October 13, 2024

ગણદેવીમાં આફતનો વરસાદ, 1000 જેટલા આંબા ધરાશાયી થતાં નુકસાન

જીગર નાયક, નવસારી: ચોમાસુ એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે. પરંતુ, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડૂતો માટે અભિશાપ રૂપ સાબિત થયું છે. વરસાદ સમયે ફુકાયેલા ચક્રવાતના કારણે 1000થી વધુ આંબા અને ચીકુના ઝાડો ધરાશાહી થયાની સ્થિતિ નિર્માણ થઈ છે. જેને લઇને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

કેરી અને ચીકુ માટે વખાણતા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ચીકુ સમગ્ર ઉત્તર ભારતમાં નિકાસ કરવામાં આવે છે. જેના લીધે ખેડૂતોને મોટાપાયે આવક આવક ઊભી રહેતી હોય છે. ગણદેવી તાલુકાના હજારો હેક્ટરમાં બાગાયતી પાકો આવેલા છે. પરંતુ, હાલ ચોમાસા દરમિયાન એક નાનું ચક્રવાત ફૂકાયું હતું. જેના કારણે કેરી અને ચીકુના 1000થી વધુ જાડો પડી જવાની સ્થિતિ નિર્માણ થઈ છે. એક આંબા અને કેરીનું ઝાડ અંદાજે 10000થી વધુની આવક ખેડૂતોને રળી આપે છે અને એ સહકારી ધોરણે વેચાણ કરવાના કારણે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે. પરંતુ, વાવાઝોડાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે તેમ છે. કરોડો રૂપિયાનું નુકસાન ગણી શકાય જેની ભરપાઈ તંત્ર કરી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતે જગતનો તાત છે અને વિવિધ સમસ્યા ઓ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી ખેતીમાં નુકસાની સહન કરવા મજબૂર બન્યો છે ત્યારે ગણદેવી તાલુકાના 17 જેટલા ગામોમાં ચક્રવાત ફુકાયું હતું જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે. કેરી અને ચીકુ નો પાક પરિપક્વ થતા 15 વર્ષ જેટલું લાંબો સમયગાળો લાગે છે એક ઝાડ પડી જવાના કારણે ખેડૂતોએ 15 વર્ષ સુધી કરેલી મહેનત અને આવક ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો તંત્ર પાસે આપણે ક્યાં રાખી રહ્યા છે અને નુકસાની ભરપાઈ કરી આપે અને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.