February 14, 2025

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મળ્યા જામીન, તેમણે વીર સાવરકર પર નિવેદન આપ્યું હતું

Rahul Gandhi bail: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. વીર સાવરકર પરના તેમના નિવેદનના કેસમાં પુણેની વિશેષ MP/MLA કોર્ટે તેમને જામીન આપ્યા છે. રાહુલ ગાંધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુણેની ખાસ કોર્ટમાં હાજર થયા. વીર સાવરકરના પૌત્રએ વર્ષ 2023માં રાહુલ ગાંધી વિરુદ્ધ સાવરકર પર આપેલા નિવેદન બદલ કેસ દાખલ કર્યો હતો.

સાવરકરે હિન્દુત્વ અંગે નિવેદન આપ્યું હતું
રાહુલ ગાંધીએ બ્રિટનમાં વીર સાવરકરના હિન્દુત્વ અંગે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે સાવરકરના હિન્દુત્વ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સાવરકરે પણ પુસ્તકમાં તેના વિશે લખ્યું છે. પરંતુ સાવરકરના પરિવારના મતે, રાહુલ ગાંધીએ જે કહ્યું તે ખોટું હતું.

25,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર
જે બાદ સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે પુણેની કોર્ટમાં અપીલ કરી હતી અને આજે કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 25,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને સૂચના આપી છે કે જ્યાં સુધી આ કેસ ચાલી રહ્યો છે ત્યાં સુધી સાવરકર પર કોઈ નિવેદન ન આપે.