November 9, 2024

પડતર પ્રશ્નોને લઈને બનાસકાંઠાના ક્વોરી સંચાલકોએ ઉતરી ગયા હડતાળ પર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ક્વોરી ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આજથી ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગ બંધ થયો છે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યા બાદ નિરાકરણ ન આવતા ક્વોરી સંચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.

ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોના નિકાલ માટે ગુજરાત બ્લેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. છતાં, સરકારે કોઈ નિરાકરણ ન લાવતા આજથી ક્વોરી ઉદ્યોગ અચોક્કસ મુદ્દત માટે બંધ થઈ ગયો છે. તેર દિવસ અગાઉ ગાંધીનગરમાં મિટિંગ કરી મળી હતી અને નિર્ણય લેવાયો હતો. પરંતુ, સરકારે આ માગણીઓ ન સ્વીકારતા ક્વોરી ઉદ્યોગના સંચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. જે પ્રકારે બનાસકાંઠામાં 100થી વધુ કોરી ઉદ્યોગ છે અને તેની સાથે 2500 જેટલા શ્રમિકો પણ જોડાયેલા છે. સાથે સાથે ટ્રક એસોસિયન પણ આ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલું છે.

ક્વોરી ઉદ્યોગનું વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર હોય છે અને હડતાલથી આ તમામ બાબતોને અસર પહોંચશે. જે પ્રકારે ક્વોરી ઉદ્યોગ બંધ થવાથી કપચીની અસર પડશે અને જેની સીધી અસર વિકાસ પર પડશે એટલે કે રોડ રસ્તા અને બાંધકામને સૌથી વધુ અસર પડશે. ત્યારે, ક્વોરી ઉદ્યોગના મહત્વના મુદ્દા છે. EC એટલે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સરકાર મન ફાવે તે રીતે એટીઆરના પેપર આપવાનું કહી લીજ બંધ કરી દેશે અને જેને કારણે ક્વોરી એસોસિયેશનની સાત માગણીઓ છે અને આ માગણીઓ હવે નહીં સ્વીકારાય તો ક્વોરી ઉદ્યોગ ચોક્કસ મુદત માટે બંધ રહેશે.

ખાસ કરીને રાજ્યભરમાં ચોમાસા બાદ રોડ તૂટ્યા છે રોડ પર ખાડા પડ્યા છે અને સરકારી કહ્યું હતું કે નવરાત્રી અથવા દિવાળી પહેલા રસ્તાઓ રીસરફીંગ થશે અથવા ખાડાઓ પુરાઈ જશે. પરંતુ, હવે ક્વોરી ઉદ્યોગ બંધ થવાથી આ બાબતોને અસર પડશે અને કામ અટવાશે. એટલે કે, ક્વોરી ઉદ્યોગ બંધ થવાથી શ્રમિકો સહિત આર્થિક બાબતો અને વિકાસના કામોને અસર થશે ત્યારે ઓરી એસોસિયનની માંગણી છે કે સરકાર આ માગણીઓ સ્વીકારી લે જેથી રાબેતા મુજબ કામ કરી શકાય.