September 20, 2024

પુતિને પીએમ મોદીને રશિયાની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ

વિદેશ મંત્રી એસ જયશંકર રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી.

મોસ્કો : ભારત અને રશિયાની મિત્રતામાં ફરી વધારો થયો છે નોંધનીય છે કે ભારત સાથે રશિયાના સંબંધ વર્ષો જૂના છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેકવાર પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યાં છે. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પુતિને મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે રશિયન રાષ્ટ્રપતિ સામાન્ય રીતે મુલાકાતે આવેલા વિદેશ મંત્રીઓને મળતા નથી. આ બંને નેતાઓ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન ખાતે પુતિન સાથે મુલાકાત કરી હતી. જેમાં પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. જેની એસ જયશંકરે પોતાની એક્સ-પોસ્ટમાં આ માહિતી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે – ‘આજે સાંજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી તેમને અભિનંદન પાઠવ્યા અને વ્યક્તિગત સંદેશ પણ આપ્યો હતો. પુતિને જયશંકરને કહ્યું કે અમે અમારા મિત્ર પીએમ મોદીને રશિયામાં જોઇને ખૂશી થશે. આ મુલાકાત દરમિયાન પુતિન અને જયશંકરની વચ્ચે વેપાર અને યૂક્રેન યુદ્ધ વિશે વાતચીત થઇ હતી. એક રિપોર્ટ અનુસાર પુતિને શરૃઆતમાં જ કહ્યું કે યુક્રેન સાથે ચાલી રહેલાં યુદ્ધ વિશે જયશંકરને જાણકારી આપશે.

પુતિને પીએમ મોદીના વખાણ કર્યા
બુધવારે રશિયન રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિને પીએમ મોદીના વખાણ કર્યા અને તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પણ શુભેચ્છા પાઠવી હતી. હું તેમની સફળતા માટેની કામના કરું છું.

‘રશિયા-યુક્રેન યુદ્ધ વિશે ઘણી વાર કહ્યું’
એસ. જયશંકરની આ મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ ભારતીય પીએમની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે ઘણા એવા પ્રસંગો છે જેમાં અને તેનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ SCO બેઠકમાં પીએમ મોદીએ પુતિન સાથેની તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે “આજનો યુગ યુદ્ધનો યુગ નથી.” નોંધનીય છે કે મોદીએ આ વર્ષે મળેલી જી-20 બેઠકમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.