September 10, 2024

IPL 2024માં પંજાબ કિંગ્સનો બન્યો શરમજનક રેકોર્ડ

IPL 2024: પંજાબ કિંગ્સની SRH સામે 2 રનથી હાર થઈ હતી. પંજાબ કિંગ્સની ટીમનું ગઈ કાલની મેચમાં ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમના બેટ્સમેનો પાવરપ્લેમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સ ટીમ માત્ર 180 રન બનાવી શકી હતી.

હારનો સામનો કરવો પડ્યો
આઈપીએલ 2024ની 23મી મેચ પંજાબની ટીમ અને હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબની ટીમનો માત્ર 2 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પંજાબની ટીમે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. હૈદરાબાદની ટીમે 183નો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબની ટીમે 180 રન બનાવીને 2 રનથી હારી ગઈ હતી. પંજાબ કિંગ્સના બેટ્સમેન આ મેચમાં પોતાનું પ્રદર્શન કરી શક્યા ન હતા. જેના કારણે ટીમનો ખરાબ રેકોર્ડ બન્યો હતો.

આ પણ વાંચો: CSK vs KKR: આન્દ્રે રસેલ CSK માટે બની શકે છે ખતરો

ફ્લોપ સાબિત થયા
પંજાબ કિંગ્સના બેટ્સમેનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા. કારણ કે મેચમાં બેટ્સમેન કોઈ કરામત કરી શક્યા નહી. IPL 2024ના પાવરપ્લેમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર રહ્યો નથી. રાજસ્થાન રોયલ્સ ટીમ બીજા સ્થાને છે. IPL 2024 ના પાવરપ્લેમાં સૌથી ઓછા રન બનાવનારી ટીમની વાત કરવામાં આવે તો પંજાબ કિંગ્સ- 27 રન,રાજસ્થાન રોયલ્સ- 31 રન, ચેન્નાઈ સુપર કિંગ્સ- 32 રન બનાવ્યા હતા.

શાનદાર ઇનિંગ રમી હતી
સનરાઈડર્સ હૈદરાબાદની ટીમ માટે નીતિશ રેડ્ડીએ જોરદાર ઇનિંગ રમી હતી. 37 બોલમાં તેણે 64 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદે 25 રન, ટ્રેવિસ હેડે 21 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓએ એટલી શાનદાર ઇનિંગ રમી જેના કારણે ટીમનો સ્કોર વધારે થઈ શક્યો હતો. જેના કારણે ગઈ કાલની મેચમાં વિજ્યનો શ્રેય આ ખેલાડીઓને જાય છે. જોકે પંજાબની ટીમનું ખુબ જ ખરાબ પ્રરદર્શન જોવા મળ્યું હતું.