રાજકોટમાં અનેક સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા MLA ડો.દર્શિતા શાહની રજૂઆત

રાજકોટ: રાજકોટમાં અનેક સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય ડો.દર્શિતા શાહે કલેક્ટરને રજૂઆત કરી છે. રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે કહ્યું કે, અશાંતધારાને લઈને મને અનેક સોસાયટીઓની રજૂઆત આવી હતી. વોર્ડ નં.10માં અશાંતધારો લાગુ કરવા મેં કલેક્ટરને રજૂઆત કરી છે.
તિરૂપતી સોસાયટી, બ્રમસમાજ સોસાયટી, જીવન નગર,દેસાઈ દેવળસોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પ્રકાશ સોસાયટી, અમી પાર્ક, બાલ મુકુદ પ્લોટ, જલારામ, 1 અને 2, શિવ સંગમ સોસાયટી અને અમૃતા સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટરને ડો.દર્શીતા શાહે રજૂઆત કરી હતી. વોર્ડ નં.2માં પણ અશાંતધારાની અમલવારી થાય છે કે કેમ તે માટે તપાસ કરાશે.