December 3, 2024

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં પ્રદૂષણનો કહેર, મેચ અન્ય સ્ટેડિયમમાં શિફ્ટ કરાઈ

Pakistan Pollution: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં રમાવાની છે. જેનું આયોજન ફેબ્રુઆરીથી માર્ચમાં થઈ શકે છે. પરંતુ તે પહેલા પાકિસ્તાનમાં પ્રદૂષણનો કહેર જોવા મળી રહ્યો છે. ખરાબ પ્રદૂષણને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેટલીક મેચોને અન્ય સ્ટેડિયમમાં શિફ્ટ કરવાનો વારો આવ્યો હતો. મુલ્તાનનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AIQ) 2000થી ઉપર નોંધાયો હતો જે ચિંતા ચોક્કસ કહી શકાય.

પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે
દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની તાજેતરની યાદીની વાત કરવામાં આવે તો પાકિસ્તાનનું લાહોર પહેલા સ્થાન પર છે. પાકિસ્તાનમાં આવેલા પંજાબમાં પ્રદૂષણનો કહેર જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ વધવાના કારણે કોઈપણ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. પ્રદૂષણનને ધ્યાનમાં રાખીને કાયદ-એ-આઝમ ટ્રોફી ની મેચોને પંજાબ પ્રાંતની બહાર ખસેડવામાં આવી છે. હરિપુર, સ્વાબી અને મીરપુર પર આ મેચને શિફ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચિંતા વધી
વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને હવે આવનારી મેચને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. જોકે ટુર્નામેન્ટનું શેડ્યૂલની હજૂ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજી બાજૂ કોઈ સત્તાવાર માહિતી પણ નથી કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન મેચ રમવા માટે જશે કે નહીં. એક રિપોર્ટ પ્રમાણે પંજાબના 10 જિલ્લા 8 થી 17 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યા છે.