October 11, 2024

કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવાનોની હત્યાને લઈ રાજકારણ ગરમાયું

પ્રવિણ પટવારી, નર્મદા: કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસે આ મામલે સીબીઆઇ તપાસની માંગ કરી અને પરિવારોને સરકારી નોકરીની માંગ કરી રાષ્ટ્રપતિને રજુઆત કરવાની વાત કરી છે.

કેવડીયા એકતા નગરમાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની બાંધકામનું કામ કરતી સત્યમ કંટ્રકશન કંપનીનાં સિક્યુરિટી અને સુપરવાઈઝર સહિતના 6 લોકોએ માર માર્યો હતો. જેના કારણે બંને યુવાનોનું મોત થયું હતું. ત્યારે આ યુવાનોનાં મોત પર રાજનીતિ જોરશોરથી થઈ રહી છે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે. જોકે વિપક્ષનું કહેવું છે કે તેઓ રાજનીતિ નહીં પણ આદીવાસી મૃતક પરિવારોને ન્યાય અપાવવા અને કસૂરવારોને કડક સજા થાય પરિવારને સરકારી નોકરી પાકું ઘર મળે એ માટે આ પરિવાર સાથે હોવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઝારખંડમાં પડી શકે છે હેમંત સરકાર! 6 ધારાસભ્યો સાથે ચંપાઈ સોરેન દિલ્હી જવા રવાના

આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજીરાવ મોગે, કોંગ્રેસ એમપીનાં ધારાસભ્ય ઓમકાર સિંહ ગુજરાત વિધાનસભા નાં પૂર્વ વિપક્ષ નેતા સાથે સ્થાનિક આગેવાનો કેવડિયા ગામના પીડીત પરિવાર અને ગભાણા ગામના પીડીત પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. તેમના ન્યાય માટે રાષ્ટ્રપતિને રજુઆત કરશે અને આ ઘટનાને વખોડી કાઢી હતી. આ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પરિવારને હજુ આર્થિક સહાય મળે નવું મકાન મળે અને પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે એવી માંગ કરી કસૂરવારોને ફાંસીની સજા થાય. આ કેસની ગુજરાત પોલીસ નહીં પણ સીબીઆઇ તપાસ કરે એવી માંગ કરી હતી.