November 8, 2024

PM મોદીએ કર્યું 553 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત

pm narendra modi virtually decommissioned 553 railway stations

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 41 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. 2 હજારથી વધુ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ કુલ 553 રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. સમગ્ર દેશના 1500 રોડ, અંડરપાસ, ઓવરબ્રિજનું શિલાન્યાસ – ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. PM મોદી કાલુપુર સ્ટેશનના રિડેવલપમેન્ટનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 2400 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદ ડિવિઝનમાં 9 સહિત રાજ્યમાં 46 સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 128 રોડ ઓવરબ્રિજ તથા અંડરબ્રિજનું ઈ-લોકાર્પણ કરશે.

ગુજરાતના રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનું આધુનિકિકરણ કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધા આપવામાં આવશે. 20 ઓવરબ્રિજ અને અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે.

રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા સહિત 12 સ્ટેશનને આધુનિક બનાવવામાં આવશે. કુલ 181.42 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 12 રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવશે.