PM મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું, પુષ્ય નક્ષત્રમાં નામાંકન નોંધાવ્યું
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાસણીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે પુષ્ય નક્ષત્રમાં તેમણે નામાંકન નોંધાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે મા ગંગાનું પૂજન-અર્ચન કર્યું હતું અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે અજય રાયને વારાણસીથી નરેન્દ્ર મોદી સામે મેદાને ઉતાર્યા છે. જ્યારે બીએસપીએ અતહર જમાલ લારીને પીએમ સામે ઉતાર્યા છે.
PM મોદીએ ઉમેદવારી પહેલાં ગઈ કાલે વારાણસીની ગલીઓમાં ભવ્ય રોડ શો કર્યો હતો. 5 કિલોમીટર લાંબા આ રોડ શોમાં હકડેઠઠ જનમેદની ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા લોકોનું વડાપ્રધાન મોદીએ અભિવાદન ઝીલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. PM મોદીના નોમિનેશનમાં 12 રાજ્યોના મુખ્યમંત્રીઓનો હાજર રહ્યા હતા. પીએમ મોદી વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. PM મોદીએ નોમિનેશન ભરવા માટે ખૂબ જ ખાસ દિવસ પસંદ કર્યો છે. PM મોદી આજે ગંગા સપ્તમીના અવસરે પુષ્ય નક્ષત્રમાં નામ નોંધાવ્યું છે.