October 7, 2024

3 વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી શકે છે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

UNGA: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરી શકે છે. સોમવારે જાહેર કરવામાં આવેલ લિસ્ટ મુજબ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 સપ્ટેમ્બરના રોજ બપોરે સભાને સંબોધિત કરી શકે છે.

24 સપ્ટેમ્બરથી શરૂ થશે ચર્ચા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 79ના સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલ વક્તાઓના લિસ્ટ મુજબ ભારતના રાષ્ટ્રધ્યક્ષ 26 સપ્ટેમ્બરના રોજ સંબોધિત કરશે. જણાવી દઈએ કે ગર મહિને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદી આ પહેલા સપ્ટેમ્બર 2021માં વાર્ષિક ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી (UNGA)ના સત્રને સંબોધિત કરી ચૂક્યા છે.

મહત્વનું છે કે, આ ફાઇનલ લિસ્ટ નથી. સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ સ્તરીય સત્ર પહેલાના અંતિમ સપ્તાહોમાં સ્પીકર્સની અપડેટેડ ફાઇનલ લિસ્ટ જાહેર કરે છે, જેથી નેતાઓ, મંત્રીઓ અને રાજદૂતોની હાજરી અને કાર્યક્રમ અને તેમની સ્પીચના સમયમાં થયેલ તમામ પ્રકારના ફેરફારની જાણકારી આપી શકાય.

આટલા દિવસ ચાલશે ચર્ચા
સામાન્ય ચર્ચા 24 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. લિસ્ટ મુજબ, સૌથી પહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ સંબોધન કરશે. પરંપરા મુજબ, અમેરિકા સામાન્ય ચર્ચાના પહેલા દિવસે બીજા ક્રમે સબોધન કરતું હોય છે અને આશા છે કે રાષ્ટ્રપતિ બાઈડેન આ પદ પર રહીને પોતાનું અંતિમ સબોધન કરશે. તો, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ ચર્ચાની શરૂઆત પહેલા પોતાનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ, મહાસભાના 79માં સત્રના અધ્યક્ષ સભાને સંબોધિત કરશે.