September 20, 2024

ભારતમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દા પર PM મોદીનું મોટું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની પ્રખ્યાત મેગેઝીન ન્યૂઝવીકને ઈન્ટરવ્યૂ આપ્યું છે.

PM Narendra Modi interview: લોકસભા ચૂંટણી 2024 પહેલા PM નરેન્દ્ર મોદીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દા પર મોટું નિવેદન આપ્યું છે.’ન્યૂઝવીક’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ કેટલાક લોકોની સામાન્ય આદત છે, જેઓ પોતાના વર્તુળની બહારના લોકોને મળવાની તસ્દી લેતા નથી. ભારતના લઘુમતીઓ પણ હવે આ વાતને સ્વીકારતા નથી. તમામ ધર્મોના લઘુમતી ભારતમાં સુખી અને સમૃદ્ધપણે જીવે છે.

PM નરેન્દ્ર મોદીએ તેમના આ ઈન્ટરવ્યૂમાં ભારત-ચીન સરહદ વિવાદ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું “ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે. તો તેમણે ઈમરાન ખાન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. PMએ લોકશાહી અને ફ્રી પ્રેસ પર પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત જેવી લોકશાહી માત્ર એટલા માટે જ પ્રગતિ અને કાર્ય કરવા સક્ષમ છે કારણ કે ત્યાં એક વાઇબ્રન્ટ ફીડબેક સિસ્ટમ છે અને આ સંદર્ભમાં આપણું મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લોકસભા ચૂંટણી 202ના પ્રથમ ચરણનું મતદાન થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. 19 એપ્રિલે મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની પ્રખ્યાત મેગેઝીન ન્યૂઝવીકને ઈન્ટરવ્યૂ આપ્યું છે. જેમાં તેમણે રામ મંદિર સહિત તમામ મુદ્દા પર વાતચીત કરી છે. અયોધ્યામાં રામમંદિરના મહત્ત્વ પર તેમણે કહ્યું કે શ્રી રામનું નામ અમારી રાષ્ટ્રીય ચેતના પર અંકિત છે.

પીએમ એ કહ્યું,‘તેમના (ભગવાન રામ) જીવને અમારી સભ્યતામાં વિચાર અને મૂલ્યોની રૂપરેખા નક્કી કરી છે. તેમનું નામ અમારી પવિત્ર ભૂમિના દરેક ખૂણે ગુંજે છે. માટે 11 દિનસના વિશેષ અનુષ્ઠાન દરમિયાન મેં તે સ્થાનોની તિર્થયાત્રા કરી, જ્યાં શ્રી રામના પગનાના નિશાન છે.ְ

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાષ્ટ્ર માટે એક્તાની એક ઐતિહાસિક ક્ષણ હતી અને આ સદીયોની દ્રઢતા અને બલિદાનનું પરિણામ હતું. તેમને કહ્યું,‘જ્યારે મને સમારોહનો ભાગ બનવા માટે કહેવામાં આવ્યું તો મને ખબર હતી કે હું દેશની 1.4 અબજ વસ્તીનું પ્રતિનિધિત્વ કરીશ. જેમણે રામલલાની વાપસી માટે સદીયોથી રાહ જોઇ છે.’

‘ભારતની પ્રગતિ હવે નહીં રોકાય’
પ્રધાનમંત્રીએ આ ટિપ્પણી અમેરિકન મેગેઝીન ન્યૂઝવીરને આપેલા ઈન્ટરવ્યૂમાં કરી છે. આ તાજેતરમાં જ કોઇ અમેરિકન મેગેઝીનને આપેલ ઈન્ટરવ્યૂ છે, તેમણે કહ્યું કે, ભારતની પ્રગતિને હવે રોકી શકાશે નહી. ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા અને મજબૂત રાજનૈતિક, વૈજ્ઞાનિક તથા સૈન્ય શક્તિ તેને એક ઉભરતી મહાશક્તિ બનાવી રહી છે.