PM મોદી આજે લોન્ચ કરશે વીમા સખી યોજના, મહિલાઓને મળશે 7000 રૂપિયા માસિક
Bima Sakhi Scheme: પીએમ મોદી આજે પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરવાના છે. જેમાં 18-70 વર્ષની વય જૂથની 1 લાખ મહિલાઓને ફાયદો થશે. આ યોજનામાં 10મી પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. જેમાં તેમને 7000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
देशभर की माताओं-बहनों और बेटियों के सशक्तिकरण के लिए हम प्रतिबद्ध हैं। इसी कड़ी में आज दोपहर बाद करीब 2 बजे हरियाणा के पानीपत में बीमा सखी योजना की शुरुआत का सुअवसर मिलेगा। इस दौरान कई और परियोजनाओं का शिलान्यास और लोकार्पण भी करूंगा।https://t.co/KcBMt7fFry
— Narendra Modi (@narendramodi) December 9, 2024
આ પણ વાંચો: KKRના સૌથી મોંઘા ખેલાડીના નામની સાથે જોડાશે ડોક્ટર, શરૂ કર્યો આ અભ્યાસ
100 કરોડનું પ્રારંભિક ભંડોળ
સરકારે વીમા સખી યોજના માટે 100 કરોડ રૂપિયાનું પ્રારંભિક ભંડોળ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે આત્મનિર્ભર બનાવવાનો છે. વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને નોકરીની તકો આપવાનો છે. ગ્રામીણ વસ્તી છે જ્યાં રોજગારના વિકલ્પો મર્યાદિત છે તેઓ આ યોજનાથી વધુ સારું જીવન મેળવી શકે છે. વીમા સખી યોજના હેઠળ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. 10મી પાસ મહિલાઓ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરશે.