March 18, 2025

PM Modi France Visit: PM મોદી 10થી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સના પ્રવાસે

PM Modi France Visit: PM નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત કરશે. પીએમ મોદી પેરિસમાં AI સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સે ભારતને આ પરિષદના સહ-અધ્યક્ષપદ માટે આમંત્રણ આપ્યું હતું. માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ચીનના નાયબ PM અને અન્ય ઘણા લોકો હાજરી આપશે.

વિદેશ સચિવે શું કહ્યું?
પીએમ મોદીની મુલાકાત અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર PM નરેન્દ્ર મોદી 10 થી 12 ફેબ્રુઆરી 2025 દરમિયાન ફ્રાન્સની મુલાકાત લેશે. આ મુલાકાત ફ્રાન્સ દ્વારા આયોજિત AI સમિટના પ્રસંગે થઈ રહી છે અને પ્રધાનમંત્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે આ AI એક્શન સમિટનું સહ-અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી 10 ફેબ્રુઆરીની સાંજે પેરિસ પહોંચશે.

પીએમ મોદી એલિસી પેલેસ ખાતે આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે
વિદેશ સચિવે જણાવ્યું હતું કે, પીએમ મોદી 10 ફેબ્રુઆરીની સાંજે એલિસી પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા સરકારના વડાઓ અને રાષ્ટ્રના વડાઓના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. આ રાત્રિભોજનમાં ટેક ક્ષેત્રના મોટી સંખ્યામાં સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવો પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. બીજા દિવસે, 11 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI એક્શન સમિટનું સહ-અધ્યક્ષતા કરશે… તાજેતરના સમયમાં આ ત્રીજી ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન યોજાઈ રહી છે. જેમાં પહેલું 2023માં યુકેમાં, બીજું 2024માં કોરિયા રિપબ્લિકમાં અને હવે તે ફ્રાન્સમાં હશે.

માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન થશે
PM નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 12 ફેબ્રુઆરીએ માર્સેઇલમાં ભારતીય કોન્સ્યુલેટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન પણ કરશે. PM મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન આ કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. માર્સેલી એ ફ્રાન્સના દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલું એક શહેર છે. 2023માં PM મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.