October 11, 2024

46 મિનિટ સુધી ઈસ્લામાબાદ અને લાહોરના આકાશમાં રહ્યું PM મોદીનું વિમાન

Airforce one: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પોલેન્ડથી ભારત પરત ફરતા સમયે પાકિસ્તાનનાં હવાઈ ક્ષેત્રથી થઈ પસાર થયું હતું. નાગરિક ઉડ્ડયન પ્રાધિકારણ (સીએએ)એ જણાવ્યું કે, મોદીનું વિમાન સવારે 10:15 વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું હતું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું. વિમાન ઈસ્લામાબાદ અને લાહોરના હવાઈ નિયંત્રણ ક્ષેત્રોથી પસાર થતા પહેલા ચિત્રાલથી પસાર થયું અને આખરે અમૃતસરના રસ્તે 11:01 વાગ્યે ભારતમાં દાખલ થયું.

સીએએના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, આંતરરાષ્ટ્રીય નાગરિકત ઉડ્ડયનની SOP અંતર્ગત ઉડાણની અનુમતિ આપવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, આવી પરિસ્થિતિઓમાં અનાપત્તિના પ્રમાણ પત્રની જરૂર હોતી નથી. સંબંધિત દેશના સીએએને માત્ર પહેલાથી જ જાણકારી આપી દેવામાં આવે છે.

આ પણ વાંચો: મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે, કોલકાતા કેસ પર PM મોદીએ આપ્યું નિવેદન

પીએમ મોદીએ ચોથી વખત પાર કર્યું પાકિસ્તાન
ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને પાર કર્યું છે. 21 ઓગસ્ટે પીએમ મોદી પોતાના વિશેષ ઈંડિયા વિમાનથી દિલ્હીથી પોલેન્ડની રાજધાની વારસો જતા સમયે 10 વાગે કસૂરની પાસે 36,000 ફુટની ઉંચાઈ પર પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં દાખલ થયા હતા. જેના પછી વિમાન 46 મિનિટ સુધી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું. તેમણે ચિત્રાલથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

મોસ્કો જતા સમયે પાકિસ્તાન થઈ પસાર થયું પીએમ મોદીનું વિમાન
8 જુલાઈએ દિલ્હીથી મોસ્કો જતા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ઈન્ડિયા વન ચિત્રાલની પાસે સવારે 11:26 વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું હતું. લગભગ બપારો 12:10 વાગ્યે હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું. આ વિમનાન મોસ્કોથી વિયના માટે ઉડ્યું અને પછી 10 જુલાઈએ સાંજે 4:43 વાગ્યે ઈરાનના રસ્તે જાહિદાનની પાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું હતું. પ્રધાનમંત્રી મોદીનું વિમાન રહિમ યાર ખાનની ઉપરથી ઉડ્યું અને સવારે 5:45 વાગે ભારતમાં દાખલ થયું.