October 11, 2024

‘માખણ ચોર’ના વૃંદાવનમાં જવાનો પ્લાન છે?

વૃંદાવન શહેરને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણએ યમુના નદીના કિનારે બાળપણ વિતાવ્યું હતું. આપણા પુરાણો અનુસાર વૃંદાવનમાં જ ભગવાન કૃષ્ણે દિવ્ય નૃત્ય કર્યું હતું. એટલું જ નહીં કૃષ્ણએ રાધા સાથેની રાસલીલા દ્વારા અહીં પ્રેમનો સંદેશ પણ આપ્યો હતો. આ એજ સ્થાન છે જ્યાં કૃષ્ણે સ્નાન કરતી ગોપીઓના વસ્ત્રો ચોર્યા હતા.

આ પણ વાંચો: જો તમને બિલાડી પ્રિય હોય તો આ દેશમાં જરૂર જજો

વૃંદાવનમાં છે 5000 મંદિરો
વૃંદાવન હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થસ્થાન છે. અહીં લગભગ 5000 મંદિરો છે. સમયની સાથે વૃંદાવન મોટાભાગે નાશ પામ્યું. વૃંદાવન 1515 માં ફરીથી અસ્તિત્વમાં આવ્યું જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સ્થળોની શોધમાં આ સ્થાનની મુલાકાત લીધી. તમારા જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વખત વૃંદાવનની મુલાકાત લેવી જોઈએ.
આ જગ્યાએ ફરવાનું ભૂલતા નહીં
વૃંદાવનમાં લગભગ 5000 મંદિરો છે. આમાંના કેટલાક મંદિરો ખૂબ પ્રાચીન છે. કેટલાક મુખ્ય મંદિરોમાં બાંકે બિહારી મંદિર, રંગજી મંદિર, ગોવિંદ દેવ મંદિર અને મદન મોહન મંદિરનો સમાવેશ થાય છે. અહીંનું ઇસ્કોન મંદિર પણ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ શાંતિ અને જ્ઞાન મેળવવા માટે આવે છે. અહીં વેદ અને શ્રીમદ ભાગવત ગીતાનો ઉપદેશ અંગ્રેજીમાં આપવામાં આવે છે. અહીંના ઘણા મંદિરો કૃષ્ણની પત્ની રાધાને સમર્પિત છે. આમાંનું એક રાધા ગોકુલનંદ મંદિર અને શ્રી રાધા રાસ બિહારી અષ્ટ સખી મંદિર છે. અષ્ટ સખી મંદિરમાં રાધાની આઠ સખીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમણે રાધા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.મુલાકાતનો છે આ બેસ્ટ ટાઈમ
મંદિર ઉપરાંત અહીંનું કેસી ઘાટ પણ મહત્વનું સ્થળ છે. હિંદુ માન્યતા અનુસાર પવિત્ર યમુના નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઇ જાય છે. આ ઘાટ પર સાંજની આરતીના નાદથી વાતાવરણ વધુ પવિત્ર બની જાય છે. તમે ફ્લાઈ્ટ, રેલ્વે અને બસની મદદથી વૃંદાવન પહોંચી શકો છો. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ દિલ્હીમાં છે. જો તમે પણ વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો તો નવેમ્બરથી માર્ચ મુલાકાત માટેનો બેસ્ટ ટાઈમ છે.