November 7, 2024

કેનેડામાં 6 કામદારોની છેલ્લી ઉડાન, પ્લેન ક્રેશમાં ભરખાઈ ગઈ જીંદગી

કેનેડા:  રિયો ટિંટો માઇનિંગ કંપનીના કામદારોને લઈ જતું વિમાન કેનેડાના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ફોર્ટ સ્મિથ નજીક ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 6 લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. રિયો ટિંટોના ચીફ એક્ઝિક્યુટિવ જેકબ સ્ટોશોલ્મે માહિતી આપતા જણાવ્યું કે અકસ્માત અત્યંત દુ:ખદ અને ભયાનક હતો. રોયલ કેનેડિયન એરફોર્સના ત્રણ સ્ક્વોડ્રનને બચાવ અને સર્ચ ઓપરેશન માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આ બનાવ સ્થાનિક સમય અનુસાર સવારે 8.50 વાગ્યના બન્યો હતો.

આ પણ વાચો: મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ, એરપોર્ટ પર લેન્ડિંગ વખતે થયો અકસ્માત

ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ
પ્લેન ક્રેશ થયાની જાણ થતાની સાથે જ સેના અને ફેડરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ બચાવકર્મીઓએ કાટમાળ બહાર કાઢ્યો હતો. ટ્રેન્ટન, ઑન્ટારિયોમાં સંયુક્ત બચાવ સંકલન કેન્દ્રે જણાવ્યું હતું કે સવારે 8:50 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એક માહિતી અનુસાર પ્લેન રનવેથી માત્ર 1.1 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું.

ટીમ તૈનાત કરી દેવામાં આવી
નોર્થવેસ્ટર્ન એર, જે જેટસ્ટ્રીમ ટ્વીન ટર્બોપ્રોપ એરલાઇનરનું સંચાલન કરી રહ્યા છે. તેણે કહ્યું કે તે ખાણમાં કામદારોને લઈ જતું ચાર્ટર પ્લેન હતું. પ્લેન રનવેથી માત્ર 1.1 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. હાલમાં ફોર્ટ સ્મિથથી તમામ ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ માટે એક ટીમ તૈનાત કરી છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે દ્વારા અકસ્માતની તપાસ માટે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રિઓ ટિંટોના ચીફ એક્ઝિક્યુટિવ જેકોબ સ્ટોશોલ્મે એક નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે કંપની આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. સ્ટોશોલ્મે કહ્યું, ‘અમે ખૂબ જ આભારી છીએ. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને ખરેખર શું થયું છે તે શોધવામાં મદદ કરવા માટે અમે બનતું બધું કરીશું.

મિઝોરમમાં પણ આર્મીનું પ્લેન ક્રેશ
ગઈ કાલે મિઝોરમના લેંગપુઇ એરપોર્ટ પર આજે એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. મિઝોરમના ડીજીપીએ માહિતી આપતા જણાવ્યું કે, બર્મીઝ આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. વધુ માહિતી આપતા મિઝોરમ ડીજીપીએ જણાવ્યું કે, વિમાનમાં પાયલોટ સહિત કુલ 14 લોકો સવાર હતા. આ 14 લોકોમાંથી 6 ઘાયલ છે.

આ પણ વાચો: શિકાગોમાં ગોળીબાર, આરોપીએ પોતાની જાતને પણ ગોળી મારી