સુરત જિલ્લામાં ફેનિલ પાર્ટ-2: જાહેરમાં યુવકે યુવતીનું ગળું કાપી કરી હત્યા

Surat Crime: સુરત ગ્રીષ્મા હત્યા કેસના પડઘા રાજ્યની સાથે દેશમાં પડ્યા હતા. ફરી વાર એવો જ બનાવ આ જ શહેર સુરતમાં બન્યો છે. સુરત જીલ્લામાં વહેલી સવારે હૃદય કંપાવનારી ઘટના બની છે. માંગરોળના વાંકલ- બોરિયા માર્ગ પર ઘટના બની છે. યુવકે-યુવતીને ચપ્પુ પડે ગળું કાપી નાખ્યું છે. યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત હાલ મળી રહી છે.
આ પણ વાંચો: વધારે વજન તમારા માટે લાવશે આ 3 મુસીબત
યુવકે પોતાનું ગળું કાપ્યું
ક્રાઈમની દુનિયામાં જાણે સુરત નંબર વન થવાની રેસમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. એકબાદ એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સુરત ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ ફરી બન્યો છે. માંગરોળના વાંકલ- બોરિયા માર્ગ પર ઘટના બની છે. યુવકે-યુવતીને ચપ્પુ પડે ગળું કાપી નાખ્યું છે. યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત હાલ મળી રહી છે. યુવક નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વરનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે. યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે.