December 9, 2024

પાવાગઢમાં 5થી 10 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ, મેઇન્ટેન્સને લઈને જાહેરાત

પંચમહાલઃ પાવાગઢમાં આવતીકાલથી આગામી 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપની દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

તારીખ 5મી ઓગષ્ટથી 10મી ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. મેઇન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ત્યારબાદ 11મી ઓગષ્ થી પાવાગઢ રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માઈભક્તોને રોપ વે બંધ રહેશે ત્યારસુધી પગથિયાં ચઢી નિજ મંદિરે દર્શન કરવા જવું પડશે.