પાવાગઢ અંબાજી જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, દર્શન સમયમાં કરાયો આ ફેરફાર

Pavagadh: નવરાત્રીના દિવસોને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડવામાં આવ્યું છે. ભક્તોને કોઈ પણ પ્રકારની સમસ્યાના પડે તે માટે સમય પત્રકને બહાર પાડવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના સમય ફેરફાર કરાયો એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે. બાકીના દિવસોમાં સવારે 5 વાગે ખુલશે. નવ દિવસ મંદિર 8 વાગ્યે બંધ થઈ જશે.

અંબાજીના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
30 માર્ચથી હિન્દુના નવા વર્ષ સવંત 2881નો પ્રારંભ થઈ રહ્યો છે અને ચૈત્રી નવરાત્રિ શરૂઆત થઈ રહી છે. ચૈત્રી નવરાત્રિ મોટી સંખ્યામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં યાત્રાધામ અંબાજી ખાતે માઁ આંબાના દર્શને આવતા હોય છે. ચૈત્રી નવરાત્રિ માં શક્તિ પૂજા અનુષ્ઠાન નિવેદનો વિશેષ મહત્વ શાસ્ત્રમાં જણાવ્યો છે. તે મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિરની ચાલતી પ્રણાલીકા મુજબ ચૈત્ર સુદ 1 (એકમ) તા.30/03/2025 રવિવાર થી ચૈત્ર સુદ-8 (આઠમ) તા. 05/04/2025શનિવાર સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય ફેરફાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: SRH vs LSG વચ્ચે આજે મહામુકાબલો, જાણો આ મેચ કોણ જીતશે

ઘટ સ્થાપન ચૈત્ર સુદ-1 (એકમ) રવિવાર તા.30/03/2025ના સવારે 09:15 કલાકે

આરતી સવારે 07:00 થી 07:30
દર્શન સવારે 07:30 થી 11:30
રાજભોગ બપોરે 12:00 કલાકે
દર્શન બપોરે 12:30 થી 16:30
આરતી સાંજે 19:00 થી 19:30
દર્શન સાંજે 19:30 થી 21:00

ચૈત્ર સુદ-8 (આઠમ) તા.05/04/2025ના રોજ આરતીનો સમય સવારે 6 : ૦૦ કલાકે. ચૈત્ર સુદ-15 (પુનમ) તા.12/04/2025 ના રોજ આરતીનો સમય સવારે 6 : ૦૦ કલાકે. તા. 06/04/2025 થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.