November 23, 2024

Paris Olympics 2024: ભારતીય હોકી ટીમ મેડલથી એક કદમ દૂર, શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું

Indian Hockey Team: હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારત-બ્રિટન આમને સામને છે. ભારતીય ખેલાડીઓ રમતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિકમાં નવમા દિવસે ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ આજે બેડમિન્ટન, હોકી, બોક્સિંગ, શૂટિંગ જેવી ઈવેન્ટ્સમાં પોતાની તાકાત બતાવી રહ્યા છે.

સામનો કરવાનો મોકો
હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ના ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી ખુબ સારું પ્રદર્શન કર્યું છે. જેમાં તે 5માંથી માત્ર એક જ મેચ હારી છે અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય હોકી ટીમને પેરિસ ઓલિમ્પિકના ગ્રૂપ સ્ટેજમાં બે મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમનો સામનો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે 3-2ના અંતરથી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો: નીરજ ચોપરાનો ‘જબરો ફેન’, નીરજ લાવશે ગોલ્ડ મેડલ તો આખી દુનિયાને ફ્રી વિઝા આપશે

હારનો સામનો કરવો પડ્યો
ભારતીય હોકી ટીમ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે 1:30 વાગ્યે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનની ટીમ સામે ટકરાણી હતી. આ વખતે પણ ભારતીય ટીમના ફોર્મને જોતા તેમની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં તેણે એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. જ્યારે ભારતીય ટીમે એક મેચ જીતી છે, જ્યારે બે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા છે. ભારતીય હોકી ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું છે. આ મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. પરંતુ ભારતે શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવ્યું હતું.