November 10, 2024

ગોધરાના કોટડા ગામે માતા સહિત બે સંતાનોની આત્મહત્યા

panchmahal godhra kotda mother with two children suicide

ઇન્સેટમાં મૃતક માતાની તસવીર

પંચમહાલઃ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં બે સંતાન સહિત માતાએ આત્મહત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને પોલીસ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે, ગોધરા તાલુકાના કોટડા ગામમાં આ બનાવ બન્યો છે. માતા સહિત તેના બંને સંતાનો ગઈકાલ સાંજથી ગુમ હતા. ત્યારે શોધખોળ કરવા છતાં કોઈ અતોપત્તો મળ્યો નહોતો.

ત્યારે બંને સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમણે ત્રણેય મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.