October 13, 2024

પંચમહાલમાંથી ચાંદીપુરા વાયરસના 5 કેસ સામે આવ્યાં, એક બાળકનું મોત

પંચમહાલઃ જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરાના વધુ 5 કેસ સામે આવ્યા છે. મોરવા હડફમાં 2, ગોધરામાં 2 અને ઘોઘંબામાં એક કેસ નોંધાયો છે. તેમાંથી મોરવા હડફના ખાનપુરના એક વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે.

વડોદરામાં સારવાર ચાલુ હતી તે દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લીધા છે. આ મામલે મોરવા હડફના MLA નિમિષાબેન સુથારે ગામની મુલાકાત લીધી છે. ખાબડા અને ખાનપુર ગામની મુલાકાત લીધી છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં જીમર્સ મેડિકલ કોલેજની ટીમે પણ મુલાકાત લીધી છે. આરોગ્ય ટીમે ત્રણ સ્થળએથી સેમ્પલ એકત્રિત કર્યા છે. 100 કરતાં વધારે સેન્ડફ્લાયના સેમ્પલ એકત્રિત કર્યા છે.

જામનગરમાં એક બાળકનું મોત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. ત્યારે વધુ એક બાળકનું આ વાયરસથી મોત નીપજ્યું છે. જામનગરમાં સારવાર લઈ રહેલા બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જામનગરમાં સારવાર લઈ રહેલા દેવભૂમિ દ્વારકાના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે આજે વધુ 3 ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. ગઈકાલે બે કેસ નોંધાયા હતા. હાલ કુલ ચાર બાળદર્દી સારવાર હેઠળ છે. તેમાંથી બે બાળકોની હાલત ગંભીર છે.