October 5, 2024

Palanpur: 40 જેટલી દીકરીઓએ કેન્સર પીડિત દર્દીઓને પોતાના હેર ડોનેટ કર્યા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: કોઈક આપણને મદદ કરે તો આપણે કોઈને મદદ કરવી જોઈએ એવો ભાવ પાલનપુરમાં મામાના ઘરમાં જોવા મળ્યો છે. પાલનપુરમાં આવેલા મામાનું ઘર હોસ્ટેલ કે જ્યાં 50 જેટલી દીકરીઓ ફ્રી કોચિંગ ક્લાસ, ફ્રી રહેવાનું અને ફ્રી જમવાનું આ તમામ સુવિધા મામાના ઘરમાં ઉપલબ્ધ છે. જોકે આ દીકરીઓને વિચાર આવ્યો કે આપણે કોઈની મદદથી અહીંયા રહીએ છીએ તો આપણે પણ કોઈને મદદ કરીએ અને આ દીકરીઓએ કેન્સર પીડિત દીકરીઓને પોતાના હેર આપવાનો નિર્ણય કર્યો અને 40 જેટલી દીકરીઓએ કેન્સર પીડિત દર્દીઓને પોતાના હેર ડોનેટ કર્યા.

આ પણ વાંચો: મિત્રતા પર લાંછન: સુરતમાં મિત્રની બારમાની વિધિમાં જ તેની પત્નીનો ફોન ચોરી કર્યો

આજનો આ ઘોર કળીયુગ ચાલી રહ્યો છે અને આ ઘોર કળીયુગમાં મોટાભાગની દીકરીઓ પોતાના વાળની અલગ અલગ સ્ટાઇલો કરતી તો તમે જોઈ હશે,પરંતુ આ ઘોર કળિયુગના સમયમાં કોઈના મુખે સ્મિત લાવવા કોઈ બાળા પોતાના વાળ ડોનેટ કરી દે એવું સાંભળ્યું ખરી…જી હા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દાતાઓના સહાયથી ચાલતી મામાના ઘર હોસ્ટેલની બે બાળાઓએ આ કરી બતાવ્યું છે. પાલનપુરમાં ચાર વર્ષ પહેલા પ્રિયંકા ચૌહાણને વિચાર આવ્યો કે જરૂરિયાત મંદ દીકરીઓ માટે કંઈક કરવું જોઈએ ત્યારબાદ પાલનપુરમા પ્રિયંકાએ મામાનું ઘર શરૂ કર્યું. જ્યાં જરૂરિયાત મંદ દીકરીઓ જીપીએસસીના કોચિંગ ક્લાસની તૈયારીઓ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. અહીં રહેવાનું જમવાનું અને કોચિંગ ક્લાસ ફ્રી છે અને એ પણ લોકોના સહયોગથી છેલ્લા ચાર વર્ષથી આ મામાનું ઘર ચાલે છે. આ દીકરીઓ કોઈના સહયોગથી મામાના ઘરમાં આશરો લઈ પોતાનો અભ્યાસ આગળ ધપાવી રહી છે, ત્યારે કોઈ આપણને મદદ કરે તો આપણે પણ કોઈને મદદ કરવી જોઈએ નો ભાવ આજે આ દીકરીઓમાં જોવા મળ્યો. મામાના ઘરમાં આશરો લઈ રહેલી દીકરીઓએ પોતાના હેર ડોનેટ કરી પોતાનો સેવા ભાવ પ્રગટ કર્યો છે. સામાન્ય રીતે કેટલાક કેન્સરગ્રસ્ત દર્દીઓ જ્યારે કેન્સરમાં સપડાય તેવા સમયે તેમના વાળ ખરી જતા હોય છે અને તેને જ કારણે તેઓ ખૂબ જ સંકોચ અનુભવતા હોય છે. ત્યારે આવા કેન્સરગ્રસ્ત અને વાળ ન હોવાને કારણે સંકોચાતા દર્દીઓના મુખ ઉપર સ્મિત લાવા મામાના ઘરની 40 દીકરીઓએ આજે પોતાના હેર કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે ડોનેટ કર્યા છે. દીકરીઓનું કહેવું છે કે વાળ ડોનેટ કરતા પહેલા તેઓ પણ પોતાના વાળ કપાઈ જવાથી સંકોચ અનુભવતી હતી પરંતુ પોતાના વાળ અન્ય કોઈના મુખ પર સ્મિત લાવવાનું સાંભળતા જ દીકરીઓએ પોતાના વાળ ડોનેટ કરી અનોખી સેવાનો દીપ પ્રગટાવ્યો છે.