કેરળમાં મેચ શરૂ થાય તે પહેલાં સ્ટેડિયમમાં આગ, 30થી વધુ લોકો દાઝી ગયા; અનેક લોકો ઈજાગ્રસ્ત

kerala: કેરળમાં ફૂટબોલ મેચ શરૂ થાય તે પહેલાં આગ લાગી હતી. જેમા 30 થી વધુ લોકો દાઝી ગયા છે. હકીકતમાં, કેરળના મલપ્પુરમમાં એરિકોડ નજીક ફૂટબોલ મેદાનમાં ફટાકડા ફૂટવાથી 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અરીકોડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એક ફૂટબોલ ગ્રાઉન્ડમાં બની હતી જ્યાં ફૂટબોલ મેચ શરૂ થાય તે પહેલાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
મિસ ફાયરને કારણે અકસ્માત થયો
કેરળમાં સેવન-એ-સાઇડ ફૂટબોલ મેચની ફાઇનલ હતી જે યુનાઇટેડ એફસી નેલીકુથ અને કેએમજી માવુર વચ્ચે રમાઈ રહી હતી. ફાઇનલ મેચ હોવાથી સમાપન સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે આતશબાજી કરી હતી. આવી સ્થિતિમાં ફૂટબોલ મેચ જોવા માટે સ્ટેડિયમ સેંકડો દર્શકોથી ભરેલું હતું. મેચ શરૂ થાય તે પહેલાં મેચની ઉજવણી માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મિસ ફાયર થવાના કારણે ફટાકડા ચારેયબાજુ ફેલાઈ ગયા અને આગ જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને નાસભાગ મચી ગઈ.
30 થી વધુ લોકો ઘાયલ થયા
ભાગદોડને કારણે સ્થળ પર હાજર 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકો આગમાં દાઝી ગયા હતા અને કેટલાક લોકો નાસભાગમાં ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો: દિલ્હી પર કોણ કરશે રાજ? આજે થશે નક્કી, રામલીલા મેદાનમાં કાલે શપથ લેશે નવા CM
થેરાટ્ટમલમાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલા અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ચાઇનીઝ ફટાકડાના કારણે બની હતી જે મિસ ફાયર થયા હતા. હવે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.