November 2, 2024

Olympics 2024 Day 4 Live: ભારતીય હોકી ટીમે લીડ લીધી, આયર્લેન્ડ સામે 2-0થી આગળ

Indian Hockey Team: આજના દિવસે ઓલિમ્પિક 2024માં ભારતે તેનો બીજો મેડલ જીત્યો છે. ભારતીય હોકી ટીમે રમી રહી છે. જેમાં આયર્લેન્ડ સામે 2-0થી આગળ ટીમ ઈન્ડિયા આગળ છે.  આ વખતે ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો અને કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર ગોલ કર્યો હતો.

ભારતીય હોકી ટીમ પાસે તક
પેરિસ ઓલિમ્પિક આયર્લેન્ડ માટે અત્યાર સુધી ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. આયર્લેન્ડની તેની શરૂઆતની 2 મેચ હારી ગયું છે. અગાઉ તેઓ બેલ્જિયમ સામે 0-2ના માર્જીનથી હારી ગયા હતા. આયર્લેન્ડ સામે ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 6 મેચ જીતી છે અને 1 મેચ આયર્લેન્ડના નામે રહી છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે. આજની મેચ સાંજે 4.45 કલાકે શરૂ થઈ ગઈ હતી.

ઓલિમ્પિક ઇતિહાસની સૌથી સફળ ટીમ
ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. કારણ કે ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ વખતે દેશને ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધી તેણે બંને મેચમાં ગોલ ફટકારીને દેશને જીત તરફ દોરી ગયો છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં હાર બાદ Rohan Bopannaએ આપ્યું મોટું નિવેદન

બંને ટીમોની ટુકડીઓ

ભારત

  • ગોલકીપર: શ્રીજેશ પરત્તુ રવિન્દ્રન
  • ડિફેન્ડર્સ: અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય
  • મિડફિલ્ડર્સ: શમશેર સિંહ, મનપ્રીત સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ
  • ફોરવર્ડ્સ: લલિત કુમાર ઉપાધ્યાય,અભિષેક, સુખજિત સિંહ, મનદીપ સિંહ, ગુર્જન્ટ સિંહ

આયર્લેન્ડ

  • ગોલકીપર: ડેવિડ હાર્ટે
  • ડિફેન્ડર્સ: કાયલ માર્શલ, શેન ઓ’ડોનોગ્યુ, ટિમ ક્રોસ, વોલ્શ ડારાગ, પીટર મેકકિબિન, લી કોલ, નિક પેજ
  • મિડફિલ્ડર્સ: માઈકલ રોબસન,સીન મુરે, પીટર બ્રાઉન
  • ફોરવર્ડ્સ:જેરેમી ડંકન, જોન મેકી, મેથ્યુ નેલ્સન, બેન્જા વોકર, બેન જોહ્ન્સન