December 5, 2024

વિકાસના કોઈ કામ બાકી નહીં રહે, ભાભરમાં બોલ્યા મુખ્યમંત્રી પટેલ

બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લઈને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાભર ખાતે ચૂંટણીને લઈને ભાજપની સભા યોજાઇ હતી. આ સભામાં હાજરી આપવા માટે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાભર પહોચ્યાં હતા. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં મુખ્યમંત્રીની સભા યોજાઇ હતી. સભામાં મુખ્યમંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તો સાથે સાથે, મંત્રી ભાનુબેન બાબરીયા, બળવંતસિંહ રાજપૂત પણ સભામાં હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.

ભાભર ખાતે આયોજિત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે નિવેદન કરતાં કહ્યું હતું, ‘ભારત માતા કી જય પાકિસ્તાન સુધી સંભળાવી જોઈએ. છેલ્લા સાત વર્ષથી સરહદી વિસ્તારનો વિકાસ છેલ્લા સાત વર્ષથી નથી થયો. ચૂંટણી આવે એટલે રાજનીતિ કરો છો મીડિયા સમક્ષ લોકોને ઉશ્કેરવાનું કામ કરો છો. હું છેલ્લા બે દિવસથી એ કોંગ્રેસના લોકોનું ભાષણ સાંભળી રહ્યો છું. આ વિસ્તારમાં સરકાર વિકાસ નથી કરતી. છેલ્લા બે ટમથી વાવમાં કોંગ્રેસની સીટ છે અને વિકાસ નથી થયો એવી વાતો કરે છે. કોંગ્રેસ નકારત્મક રાજનીતિ કરે છે જાતિવાદનાં નામે રાજનીતિ કરે છે. સરકાર તમારી વચ્ચે બેઠી છે એમાં વચેટિયાની જરૂર નથી. સરકારના મંત્રીઓ જોડે સ્વરૂપ જી સીધા લઈ શકે. કોંગ્રેસ ખોખલી રાજનીતિ કયાર સુધી કરશે.

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે 2027માં કોંગ્રેસ નકશા પર નહી હોય. એટલું જ નહિ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ભ્રષ્ટાચારી, કોમી દાવાનળ વાળી પાર્ટી ગણાવી હતી. કોંગ્રેસ પ્રજાને ગીરવે મૂકવા માગે છે. નવી અફવા નવા સ્ટંટ આવશે કોંગ્રેસની આ રાજનીતિ છે. સામે વાળા પાસે કોઈ મુદ્દો નથી. 7 વર્ષમાં જે કામ રોકાણા એ કામ સ્વરૂપજી પૂરા કરશે.

તો સાથે સાથે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધન કરતાં કહ્યું હતું, ‘સુઈગામમા નર્મદાનું પાણી આપવાનું કામ પ્રગતિમાં છે. ગેની બેનના ગામ અબાશનામાં પાણી પહોચાડવાનું કામ કરવાનું છે. સરકારે નર્મદાનાં પાણી લાવવાનું કામ આ વિસ્તારમાં કર્યું. વાવ ભાભર સુઈગામની હોસ્પિટલ સરકારે બનાવી. વિકાસના કામ માટે વચ્ચે કોઈને કહેવાની જરૂર નથી.

ભાભર ખાતે આયોજિત ભાજપની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું, “ભાવનગર અને અહીંની ગૌ શાળા લાભદાયક છે. ભાજપની સરકાર પશુઓ માટે ખુબજ સેવા આપી રહી છે. દેશની પર બધાની નજર છે. વિકાસના કામો માટે નાણાકીય વયવસ્થામાં ગુજરાત નંબર વન પોઝિશન પર છે. વિકાસનું કોઈ કામ બાકી નહીં રહે. ભાજપ ચૂંટણી જીત્યા કે હાર્યા બાદ પણ પ્રજા વચ્ચે રહે છે. ભગવાન રામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થયાનું આ પહેલું વર્ષ છે. લોકોના સ્વાસ્થ્ય માટે 70 વર્ષની ઉંમર ઓછી દરેકનું કાર્ડ બનાવી દેવાનું અને એમાં કોઈ મર્યાદા નહિ હોય. પ્રધાનમંત્રી આવાસ હેઠળ લોકોને ઘરના ઘર મળ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આયુષમાન કાર્ડની સેવા લઈ શકશો. મોબાઈલ ચિપ્સ સેમિકન્ડક્ટરની ઇન્ડસ્ટ્રીઝ સાણંદમાં ઊભી કરવામાં આવી છે.