September 19, 2024

Budget 2024: જાણો નવા અને જૂના ટેક્સ માળખામાં શું ફેરફાર

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ માળખા અંગે મોટી જાહેરાત કરી છે. નવા માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે જાણો નવા અને જૂના ટેક્સ માળખામાં શું-શું ફેરફાર કરવામાં આવ્યો છે.

જૂનો ટેક્સ નવો ટેક્સ ટેક્સ દર
3 લાખ સુધી 3 લાખ સુધી શૂન્ય
3થી 6 લાખ સુધી 3થી 7 લાખ સુધી 5 ટકા
6થી 9 લાખ સુધી 7થી 10 લાખ સુધી 10 ટકા
9થી 12 લાખ સુધી 10થી 12 લાખ સુધી 15 ટકા
12થી 15 લાખ સુધી 12થી 15 લાખ સુધી 20 ટકા
15 લાખથી વધુ 15 લાખથી વધુ 30 ટકા

સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરી દીધું છે. ફેમિલી પેન્શન પર છૂટની મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, આ બે ફેરફારોથી ચાર કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.