September 18, 2024

Hardik Pandya-Natasha છૂટાછેડા કેસમાં આવ્યો નવો વળાંક, આ વ્યક્તિની એન્ટ્રી

Hardik-Natasha: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલ 2024 બાદ સતત ચર્ચામાં જોવા મળી રહ્યો છે. હાર્દિક અને નતાશાને લઈને ઘણા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને અલગ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે લગ્ન 2020માં થયા હતા. હાર્દિક નતાશાને એક દિકરો છે જેની ઉંમર ત્રણ વર્ષની છે. હાર્દિક-નતાશાના છૂટાછેડાના વાયરલ થઈ રહેલા સમાચાર વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે. જેમાં હવે ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ છે.

આ પોસ્ટથી અફવા ફેલાઈ
હાર્દિક પંડ્યા અને નતાશાને લઈને સોશિયલ મીડિયા પર છૂટાછેડાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં નતાશા પોતાનું સોશિયલ મીડિયા પર નામ નતાશા સ્ટેનકોવિક પંડ્યા રાખતી હતી. હવે તે નામ તેણ હટાવી દીધું છે. 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો. તે દિવસે પણ હાર્દિકે તેના માટે કોઈ પણ પોસ્ટ કરી ના હતા. હાર્દિકે પણ તાજેતરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ સાથે હાર્દિક મુંબઈ માટે રમી રહ્યો હોવા છતાં તે એક પણ વખત આઈપીએલની આ સિઝન જોવા આવી ના હતી. આ સાથે નતાશાએ મુંબઈની ટીમ માટે કંઈ પોસ્ટ કર્યું ના હતું.

આ પણ વાંચો:  Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યાની પ્રોપર્ટીનો 70 ટકા હિસ્સો નતાશાને મળશે!

કૃણાલ પંડ્યાએ ફોટો કર્યો શેર
હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્ય અને તેના પુત્ર કવિર સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટા પર નતાશાએ કોમેન્ટ કરી છે. જેમાં નતાશાએ કોમેન્ટમાં આકર્ષક ઇમોજી મૂક્યું છે. જેના પછી યુઝર્સ અલગ અલગ પ્રકારનો અર્થ સમજી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ધામધૂમથી લગ્ન
હાર્દિક પંડ્યાએ 31 મે, 2020 ના નતાશા સાથે લગ્ન કર્યા હતા. આ બાદ 30 જુલાઈના તેના બાળકનો જન્મ થયો હતો. લગ્ન થયાના 3 વર્ષ પછી ફરી ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા. . 14 ફેબ્રુઆરીના રોજ ખ્રિસ્તી રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. તેના બીજા જ દિવસે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન હતા. તેમના બંનેના લગ્નના ફોટા અને વીડિયો ખુબ વાયરલ થયા હતા.