September 17, 2024

બજેટ 2024માં નહીં મળે નવી EV સબસિડી યોજના, કુમારસ્વામીએ કરી ચોખવટ

EV Subsidy In Budget 2024: કેન્દ્ર સરકારે હજુ સુધી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો (FAME) III હેઠળ પોતાની નવી EV સબસિડી નીતિને લઈને નિર્ણય નથી કર્યો. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી સબસિડી યોજના માર્ચમાં સમાપ્ત થઈ હતી. કારણ કે કેન્દ્રએ EV ખરીદનારાઓને ફાયદો પહોંચાડવા માટે ખર્ચમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

FAME III નિયમો હેઠળ નવી EV સબસિડી યોજના હજુ ચર્ચામાં છે અને 23 જુલાઈના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ 2024માં તેનો સમાવેશ થાય તેવી કોઈ જ શક્યતા નથી. કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ જણાવ્યું છે કે FAME III નજીકના ભવિષ્યમાં લાગુ થવાની સંભાવના છે.

2015માં શરૂ કરાઇ હતી EV સબસિડી યોજના
FAME એવી સબસિડી યોજના પહેલીવાર 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના બે વર્ષ પછી FAME-II યોજના હેઠળ પરિવર્તિત કરવામાં આવી હતી. આ વર્ષે 31 માર્ચે ખતમ થઈ ચૂકેલ યોજના 2019થી ભારતમાં વેચાતા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપી રહી છે. યોજના હેઠળ પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે 529 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જ્યારે, બીજા તબક્કામાં સબસિડી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ રકમ ત્રણ વર્ષના સમયગાળા માટે 10,000 કરોડ રૂપિયા હતી. આ વર્ષની શરૂઆતમાં, કેન્દ્રએ કહ્યું હતું કે FAME II હેઠળ EV સબસિડી 31 માર્ચ સુધી અથવા ફંડ સમાપ્ત થાય ત્યાં સુધી વેચવામાં આવતા ઇલેક્ટ્રિક વાહનો માટે પાત્ર હશે. સરકારે EV સબસિડી યોજનાનો ખર્ચ પણ વધારીને રૂ. 11,500 કરોડ કર્યો હતો.

FAME III ઇવી સબસિડી યોજના અંતિમ તબક્કામાં
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા મંગળવારે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે FAME III સ્કીમને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને આગામી બજેટ સત્ર દરમિયાન તેની જાહેરાત થાય તેવી શક્યતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે પહેલેથી જ તૈયારીનું કામ ચાલી રહ્યું છે. તમામ મંત્રાલયો ભલામણ કરી છે કે FAME III કાર્યક્રમને કેવી રીતે લાગુ કરી શકાય. ભવિષ્યમાં, કેટલાંક મહિનાઓ સઠવા કેટલાંક દિવસોમાં તેને લાગુ કરવામાં આવી શકે છે. આ યોજના અંતિમ તબક્કામાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાના બજેટમાં EV સબસિડી યોજનાને લઈને 2,671.33 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.