November 7, 2024

સપ્ટેમ્બરમાં લેવાશે DySOની પરીક્ષા, GPSCએ કરી નવી તારીખો જાહેર

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘતાંડવની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગહીને લગળે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ગત 26થી 29 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને GPSC દ્વારા ગત 28 ઓગસ્ટના રોજ લેવાનાર DySOની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે, હવે, આ પરીક્ષાની નવી તરીખોની જાહેરાત કરવામાં આવી છે.

GPSC દ્વારા નવી તરીખોની કરાઇ જાહેરાત
ભારે વરસાદને કારણે તાજેતરમાં મોકૂફ કરવામાં આવેલ DySOની પરીક્ષાની નવી તારીખો GPSC દ્વારા જાહેર કરવામાં આવી છે. GPSCએ પરીક્ષાની નવી તારીખોને લઈને સતવાર ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા હવે 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.