September 18, 2024

Neeraj Chopra Final Date Time: નીરજ ચોપરાની આ દિવસે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા

Neeraj Chopra Final: ભારતના સુપરસ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ આજે ​​અજાયબી કરી બતાવી છે. તેણે પોતાનો જ રેકોર્ડ તોંડી નાંખ્યો છે. નીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ ફાઈનલ માટે તેની સીટ સુરક્ષિત કરી લીધી હતી. હવે સવાલ એ છે કે નીરજ ચોપરા ફાઈનલમાં ફરી ક્યારે મેદાનમાં ઉતરશે અને તેની મેચ કયા સમયે થશે, આવો જાણીએ તમામ માહિતી.

નીરજે પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કર્યો 
ઓલિમ્પિક 2020 સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ ગ્રુપ B ક્વોલિફિકેશનના તેના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરના અદભૂત થ્રો સાથે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. તમામની નજર નીરજ પર હતી. આખરે તે તમામની અપેક્ષા પર ચોક્કસ ખરો ઉતર્યો છે. તેણે પ્રથમ થ્રોમાં 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કને મોટા માર્જિનથી પાર કરીને પોતાના ટાઇટલના બચાવમાં શાનદાર શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે સીધો ફાઈનલમાં પહોંચનાર ખેલાડીઓમાં સૌથી વધુ થ્રો પણ તેનો હતો.

આ પણ વાંચો: ઓલિમ્પિકમાં ભારતનો ‘મંગળ’, રેસલર વિનેશ ફોગાટની સેમિફાઈનલમાં એન્ટ્રી

ફાઇનલમાં પ્રવેશ કરશે
હવે ફાઈનલ 12 ખેલાડીઓ વચ્ચે યોજાશે. જેણે ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી દીધું છે. આ મેચ હવે 8મી ઓગસ્ટે રમાશે. નીરજ અને અન્ય એથ્લેટ્સ પાસે તેમની તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે ઘણો સમય મળી રહેશે. ભારતીય સમય અનુસાર નીરજ ચોપરા ફરી એક વાર લગભગ 11:50 વાગ્યે મેદાનમાં જોવા મળશે. એવી સંભાવના છે કે નીરજ ફરી એકવાર ગોલ્ડ લાવશે. આ સાથે તે ભારત માટે સતત બે વખત ગોલ્ડ જીતનાર ખેલાડી પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતે માત્ર ટીમ ઈવેન્ટ્સમાં જ ગોલ્ડ બેક ટુ બેક જીત્યો છે, પરંતુ આ વખતે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં પણ આવું જ જોવા મળશે.