September 10, 2024

ભાલા ફેંકમાં નિરજના ચાર મોટા હરીફ, જાણો કોના બાવડાંમાં કેટલી તાકાત

Paris Olympics 2024:  પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની ભારતની સૌથી મોટી આશા નિરજ ચોપરા પાસે છે. આજે રાત્રે ભારતીય સમય અનુસાર 12 વાગ્યે નિરજ મેદાનમાં ઉતરશે. નિરજને આ ખેલાડીઓ મુશ્કેલીમાં મુકી શકે છે. આવો જાણીએ આ ખેલાડીઓ કોણ છે.

એન્ડરસન પીટર્સ
ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ ફાઇનલમાં નિરજને ટક્કર આપી શકે છે. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 88.63 મીટરનો થ્રો ફેંક્યો હતો, જેના કારણે તે બીજા સ્થાન પર હતો. પીટર્સનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ છે. તે વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે. એન્ડરસન પીટર્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાથી એક સ્થાન પાછળ એટલે કે બીજા સ્થાન પર છે.

આ પણ વાંચો: મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ સાથે પોઝ આપવાનું સુપરસ્ટારને મોંઘું પડ્યું

જેકબ વેડલેજ
પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં નિરજ ચોપરા માટે જેકબ વેડલેજ પણ ગોલ્ડ માટે અવરોધ બની શકે છે. તે હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પર છે. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 85.63 મીટરના થ્રો સાથે સાતમું સ્થાન મેળવ્યું હતું. તેનો સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.65 મીટર છે. વેડલેજનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો 90.88 મીટર હતો.

અરશદ નદીમ
પાકિસ્તાનના ભાલા ફેંક અરશદ નદીમે પણ તાજેતરના સમયમાં આ રમતમાં પોતાની નવી ઓળખ બનાવી છે. અરશદે 86.59 મીટરનો થ્રો કરીને ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સિઝનમાં આ તેનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ છે. તમને જણાવી દઈએ કે તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો 90.18 મીટર છે. અરશદ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ચોથા ક્રમે રહ્યો હતો.

આ પણ વાંચો: શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? CASનો નિર્ણય ટૂંક સમયમાં આવશે

જુલિયસ યેગો
કેન્યાના બરછી ફેંકનાર જુલિયન યેગોએ 85.97 મીટરના થ્રો સાથે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેને પાંચમો નંબર મળ્યો હતો. આ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ છે. એટલું જ નહીં પરંતુ આ જુલિયસનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો પણ હતો. તે વર્લ્ડ રેન્કિંગમાં 15મા સ્થાને પર છે.