March 22, 2025

નવસારીથી પ્રયાગરાજ જતી વેળા અકસ્માત, એક મહિલાનું મોત

નવસારીઃ ગુજરાતમાંથી અનેક શ્રદ્ધાળુઓ કાર લઈને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે નવસારીથી ગયેલા એક શ્રદ્ધાળુને અકસ્માત નડ્યો છે. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, નવસારીથી પ્રયાગરાજ તરફ જતી વેળા ચિત્રકૂટ પાસે કાર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્વાતિ પટેલનું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. તેઓ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા. ત્યારે મહિલાના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.