October 13, 2024

દેશમાં 10 રાજ્યોમાં હીટ વેવની ચેતવણી, જાણો કેવું રહેશે Gujaratનું હવામાન

Weather Report: દેશમાં હાલ તો રાજકારણના નેતાઓનું રાજ નહીં પરંતુ સુરજ દાદાનું રાજ છે. કારણ કે દેશના દરેક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે આજના દિવસે 10 રાજ્યોમાં ભારે ગરમી પડવાની આગાહી કરી છે.

દેશમાં આજે આ આગાહી
દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી જોવા મળી રહી છે. દેશની જનતાને હજૂ પણ વરસાદની રાહ જોવી પડેશે. હવામાન વિભાગે આજના દિવસે ભારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે ઘણા વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે, જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડમાં ભારે ગરમી આજના દિવસે પડી શકે છે.

મધ્યમ વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી, ત્રિપુરા, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં 7 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: Delhiમાં આજે યલો એલર્ટ, જાણો કેવું રહેશે Gujaratનું હવામાન

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 2 દિવસ પાટણ, કચ્છ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ જોવા મળી શકે છે. 25થી 30 કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. આવનારા સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતના ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે.