October 7, 2024

નર્મદામાં આખી રાત વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

નર્મદાઃ જિલ્લાના રાજપીપલા સહિત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. મધરાતેના ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્ટેશન રોડ સહિતના માર્ગો નદીમાં ફેરવાયા હતા. વાહનચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે, આખી રાત વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયું હતું.

તો બીજી તરફ, ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ખેડૂતોએ ખેતરમાં વાવેલા નવા બિયારણને જીવનદાન મળ્યું હતું. અસહ્ય ગરમી અને ઉકળાય બાદ સમગ્ર પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. મળતા આંકડા પ્રમાણે, નાંદોદમાં 16 MM, તિલકવાડામાં 15 MM, ડેડીયાપાડામાં 08 MM, સાગબારામાં 15 MM, ગરૂડેશ્વરમાં 03 MM વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સંખેડામાં 1.2 ઇંચ

સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 52 તાલુકામાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલોલ અને કરજણ તાલુકામાં નોંધાયો 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન, રાજકોટમાં કલાકમાં 1 ઇંચ વરસાદ

24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકામાં પોણા 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 89 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. ત્યાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ખંભાળિયામાં પોણા 3 ઈંચ, સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબિર તાલુકામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના મુંદ્રામાં અને જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલિતાણામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધીકા, સાવરકુંડલા, ટંકારા, વાલીઆ, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ છે. માંગરોળ, નેત્રંગ, માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.