November 10, 2024

દ્વારકા: મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર હિંદુ યુવાનની હત્યા

દ્વારકા: દ્વારકાના ભાણવડના શેઢાખાઈ ગામે પ્રેમ લગ્નમાં યુવાનની કરપીણ હત્યા કરાઈ હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. શેઢાખાઈ ગામે હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો ખાર રાખી મુસ્લિમ પરિવારે હિંદુ યુવકની કરપીણ હત્યા કરી નાંખી હતી, જે બાદ પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડી તેમના વિરૂદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણવડના શેઢાખાઈ ગામમાં રહેતા યાજ્ઞિક દુધરેજીયા નામના યુવાને ગામમાં જ રહેતી મુસ્લિમ પરિવારની દીકરી રઝવા સાથે પ્રેમ સંબંધ હતો, જે બાદ યુવક-યુવતીએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો અને પરિવારજનોની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે મુસ્લિમ પરિવારને આ બાબતે ખાર રાખ્યો હતો. અને તક મળતા જ યાજ્ઞિક દુધરેજીયાની 6 આરોપીએ મળી કરપીણ હત્યા કરી નાંખી હતી.

આ પણ વાંચો: ફિલ્મો સિવાય બિઝનેસમાં પણ સુપરહિટ છે કાજોલ, પદ્મશ્રીથી પણ સમ્માનિત

યાજ્ઞિક દુધરેજીયાએ મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હોઈ મુસ્લિમ પરિવારના 6 લોકોએ મળી યુવકનું ઢીમ ઢાળી દીધુ હતું. હાલમાં તમામ 6 આરોપીઓને ભાણવડ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને ભાણવડ પોલીસે તમામ આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીઓ નામ
1. સાજીદ ઈસાભાઈ ડેથા
2. સલિમ હુસેમાની ડેથા
3. ઝુમાભાઈ ગોસાભાઈ ડેથા
4. આષમાણ મુસાભાઈ
5. હોથી કાસમ ઉર્ફે જાડો
6. અન્ય એક