December 6, 2024

આખરે CM યોગીને ધમકી આપનાર મહિલાની કરી ધરપકડ, આપી હતી 10 દિવસમાં રાજીનામાની ધમકી

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ત્યારથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. મુંબઈ પોલીસે ધમકી આપનાર મહિલાની ઓળખ કરી લીધી છે અને તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. એક અધિકારીએ રવિવારે માહિતી આપી હતી કે મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.

કોણ છે ધમકી આપનાર મહિલા?
મહિલાની ઓળખ ફાતિમા ખાન તરીકે થઈ છે. મહિલા શિક્ષિત છે અને તેણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BSC કર્યું છે. ફાતિમા તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે તેના પિતા લાકડાનો વ્યવસાય કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સારી શિક્ષિત છે, પરંતુ માનસિક રીતે અસ્થિર છે.

બાબા સિદ્દીકીની જેમ મારી નાખવાની ધમકી
અધિકારીએ જણાવ્યું કે, શનિવારે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી કે જો આદિત્યનાથ 10 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો જાનથી મારી નાખવામાં આવશે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની એવી રીતે હત્યા કરવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ફાતિમા ખાન નામની મહિલાએ આ મેસેજ મોકલ્યો હતો. જે બાદ મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ઉલ્હાસનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું, મહિલાને ટ્રેસ કરીને તેને પકડી લીધી. અધિકારીએ કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: બનાસકાંઠામાં મુડેઠામાં 750 વર્ષથી યોજાતી અશ્વદોડ, ભાઈ-બહેનના પ્રેમની અનોખી કહાણી