મુંબઈને હચમચાવવાનું કાવતરું! આતંકી હુમલાના એલર્ટ બાદ પોલીસ થઈ દોડતી

Mumbai: મુંબઈમાં ફરી એકવાર આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીએ એવા ઈનપુટ આપ્યા છે કે આતંકવાદીઓ ફરી એકવાર મુંબઈમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. આતંકવાદી ખતરાના એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સંભવિત આતંકવાદી હુમલાના ખતરા અંગેના ઇનપુટ્સ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવ્યા છે. જે બાદ મુંબઈમાં વિવિધ સ્થળોએ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને દરેક ખૂણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મુંબઈમાં દરેક ખૂણે-ખૂણે પોલીસ ચોકીદાર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીના એલર્ટ બાદ મુંબઈમાં અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને ગીચ સ્થળો અને ધાર્મિક સ્થળોએ ‘મોક ડ્રીલ’ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ ડીસીપીને પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા પણ કહેવામાં આવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે પોલીસે ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ કરી હતી. આ એ વિસ્તાર છે જ્યાં ભારે ભીડ હોય છે. અહીં બે મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે. સુરક્ષા કવાયત અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કવાયત હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં બુરાડી કાંડ જેવી ઘટના, 4 દિવ્યાંગ દીકરીઓ સાથે પિતાની આત્મહત્યા…!
પરંતુ આ બધું અચાનક કેમ કરવામાં આવી રહ્યું છે તે અંગે તેણે કંઈ જણાવ્યું ન હતું. પોલીસનું કહેવું છે કે આગામી તહેવારો અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ક્રોફર્ડ માર્કેટ અને અન્ય સ્થળોએ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે.
મુંબઈમાં ફરી આતંક મચાવવાનું ષડયંત્ર!
સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના તમામ મંદિરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અને સાવચેતીના પગલા તરીકે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી આવવાની છે. દરેક જગ્યાએ દુર્ગા પૂજા ઉજવાશે. આવી સ્થિતિમાં બજારોમાં પણ ઘણી ભીડ જોવા મળશે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તહેવારોની સિઝનમાં દરેક વ્યક્તિ વ્યસ્ત હોય ત્યારે આતંકવાદીઓ આવી તકો શોધે છે. આથી પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.