December 4, 2024

નરેન્દ્ર મોદીએ સિક્કો ફેંક્યો હતો તેમાંથી મળ્યા કરોડો રૂપિયા

ઇટાલી: ઇટાલીની રાજધાનીમાં આવેલા રોમમાં એક પ્રખ્યાત ફુવારો ઘણા સમયથી છે. કહેવામાં આવે છે કે જે લોકો આ ફુવારામાં સિક્કો ફેંકે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ માન્યતાના કારણે ઘણા લોકો આ ફૂવારાની મુલાકાત લે છે અને આ ફુવારમાં સિક્કા ફેંકીને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેંક્યો હતા સિક્કા


વર્ષ 2021માં ઈટાલીની રાજધાની રોમમાં G-20 દેશોની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ પણ હાજરી આપી હતી. આ સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મોટા ભાગના દરેક દેશના નેતાઓ સિક્કા આ ફૂવારામાં સિક્કા ફેંકતા જોવા મળી રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે જેનો સિક્કો યોગ્ય જગ્યાએ પડે છે તેને ફરીથી રોમ આવવાનો મોકો મળે છે. દર વર્ષ લાખોની સંખ્યમાં પ્રવાસીઓ મુલાકાત લે છે. એક રિપોર્ટ અનુસાર 2022 માં રૂપિયા 12,59,91,508 છોડવામાં આવ્યા હતા.

સિક્કાઓનું શું થાય છે?
1762 માં આ ફુવારાને બનાવામાં આવ્યો હતો. ફુવારામાં ફેંકવામાં આવેલા સિક્કાને કેથોલિક ચેરિટી સંસ્થા કેરિટાસના રોમ વિભાગને આપવામાં આવે છે. આ ફુવારાની આસપાસ દિવસ-રાત પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. જોકે આ ફૂંવારાની અંદરની સાઈડ કોઈને એન્ટ્રી નથી. આ સ્થાન પર જ પ્રખ્યાત ઇટાલિયન ફિલ્મ નિર્માતા ફેડેરિકો ફેલિનીએ લા ડોલ્સે વિટાનો એક સીન પણ શૂટ કર્યો હતો. આ જગ્યા પરથી સિક્કાની ચોરી કરવામાં આવે તો તેને ગુનો કહેવામાં આવે છે. પરંતુ એમ છતા આ સિક્કાઓની ચોરી ચુંબક થકી કરી દેવામાં આવે છે.