November 10, 2024

મોરબી મચ્છુ હોનારતની આ તસવીરો મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં!

મોરબીઃ 11 ઓગસ્ટ, 1979નો ગોઝારો દિવસ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. ચાર દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે મોરબીના મચ્છુ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી અને અંતે ડેમ ફાટ્યો હતો. જેણે સમગ્ર મોરબીને સ્મશાનભૂમિમાં ફેરવી નાંખ્યું હતું. જ્યાં જોવો ત્યાં માત્ર વિનાશના કરૂણ દૃશ્યો જોવા મળે! ક્યાંક વીજળીના થાંભલા પર લોકોના મૃતદેહો લટકેલા જોવા મળે તો ક્યાંક માતા-દીકરી એકબીજાને વળગીને માટીમાં દટાઈ ગયા હોય તેવાં દૃશ્યો જોવા મળે!

આ કરૂણતાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. વિચારીને માત્ર કંપારી છૂટી જાય તેવી આ ગોઝારી દુર્ઘટનાને 45 વર્ષ પૂર્ણ થયા છે. મચ્છુ-2 ડેમ ફાટતા હજારો લોકોનાં મોત નીપજ્યા હતા અને સેંકડો પશુઓ તણાઈ ગયા હતા. મોરબીવાસીઓ આ ગોઝારી દુર્ઘટના ક્યારેય નહીં ભૂલી શકે. તો આવો તસવીરોમાં જોઈએ મોરબી મચ્છુ હોનારતની કરૂણ દૃશ્યો…

Morbi Machhu Dam Disaster 1979 (19)
મોરબીમાં આવેલા મચ્છુ-2 ડેમ ફાટ્યો ત્યારનો એરિયલ વ્યૂ
મોરબી પાણી પાણી થઈ જતા રેલવે બ્રિજ પર લોકો દોડી આવ્યા હતા.
મોરબી સહિત આસપાસના હજારો ગામ તણાઈ ગયા હતા.
પૂર એવું આવ્યું કે ભેંસ વીજળીના થાંભલા પર ભરાઈ ગઈ હતી.
મચ્છુ-2 ડેમનો અડધો ભાગ તૂટી જતા પૂર આવ્યું હતું.
મચ્છુ ડેમ હોનારતે સમગ્ર મોરબીમાં વિનાશ વેર્યો હતો.
મોરબીમાં રહેતા હજારો પરિવાર ઘરવિહોણા બની ગયા હતા.
મોરબીમાં જળ હોનારત પછીનો એરિયલ વ્યૂ
મોરબીના જળ હોનારતનું વરવું દૃશ્ય
જળ હોનારત બાદ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું અને બચાવ કામગીરીમાં લાગી ગયું હતું.
જળ હોનારતમાં સર્વસ્વ ગુમાવનારા લાચાર મોરબીવાસીની કરૂણતાભરી તસવીર