December 5, 2024

ચોમાસા વધતો રોગચાળો, જાણો શું કહે છે તબીબો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: વરસાદની સિઝનના કારણે છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ફીવર, શરદી ખાંસી, ડાયરિયા ના કેસમાં 20 થી 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જેના પગલે સિમ્પટોમેટીક બીમારીઓમાં એન્ટિબાયોટિક દવાઓનો વેચાણમાં પણ 15 થી 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં વરસાદી માહોલ છવાતા ડબલ સિઝન જોવા મળી રહી છે અને તેને કારણે વાઇરલ ફીવરના કેસોમાં પણ વધારો નોંધાયો છે.

ડોક્ટર્સનુ માનીયે તો વરસાદને કારણે પાણીજન્ય રોગચાળો જેમકે ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ જેવા કેસોમાં વધારો નોંધાયો છે તો સાથે સાથે મચ્છરજન્ય રોગચાળો પણ શહેરમાં વકર્યો છે. જેને કાણે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમા પણ વધારો જોવા મળ્યો છે. વધતા રોગચાળા વચ્ચે દવાના વેયાણમાં પણ અંદાજીત 20 ટકા વધારો નોંધાયો છે. પેરાસિયામોલ, એઝીથ્રોમાઇસીન, કફ સિરપ સહીતની દવાના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ ચાંદીપુરા વાયરસ પણ વધુને વધુ વક્રી રહ્યો છે જોકે ચાંદીપુરા વાયરસની હજુ સુધી કોઈ દવા નહિ બની હોય જેથી સિમ્પટોમેટીક બીમારીઓ જેવી જ ટ્રીટમેન્ટ ચાંદીપુરા વાયરસમાં કરવામાં આવી રહી છે અને લોકો ડરના માર્યા જાતે જ મેડિસીન લેતા હોય છે ત્યારે ડોક્ટર્સે સેલ્ફ ટ્રીટમેન્ટ ન લેતા ડોક્ટરને કન્સલ્ટ કરવા માટે સુચન કર્યુ છે.