MLA કુમાર કાનાણીનો લેટરબોંબ, કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યાનો આરોપ લગાવ્યો

સુરત: ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટરબોંબ સામે આવ્યો છે. કુમાર કાનાણીએ કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ ફરિયાદ કરી છે.
આ મામલે સુરત પોલીસ કમિશનરે ડીસીપીને તપાસ સોંપી છે. કોન્સ્ટેબલે કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે.