March 18, 2025

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહાકુંભમાં કર્યું સ્નાન, સંતો અને મહતોને સાથે મુલાકાત લઈને આર્શીવાદ લીધા

Mahakumbh 2025: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પવિત્ર પ્રયાગરાજ મહાકુંભ ખાતે આજે સંત, સેવા અને સ્નાનનો મહિમા ધરાવતા શ્રી સત્તુઆ બાબા સેવા શિબિરની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ શ્રીમદ્ જગતગુરુ વિષ્ણુ સ્વામી શ્રી સંતોષદાસજી મહારાજ “સત્તુઆ બાબા”ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: મહેસાણામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે

યુપી સરકારની કામગીરી અદભુત
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ ખાતે પહોંચ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી છે. આ સમયે હર્ષ સંઘવી કહ્યું તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અદભુત અનુભૂતિ થઈ છે. યુપી સરકારની કામગીરી અદભુત છે. હું અભિનંદન આપુ છું યુપી સરકારને.