ધ્રુજાવી નાખે એવી ઠંડી પડશે, અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી
Gujarat Winter Update: રાજ્યભરમાં ઠંડીથી લોકો ઠુંઠવાઈ ગયા છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. ત્યારે મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ઠંડીની શક્યતા છે.
મળતી માહિતી અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 24 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડશે તો મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ઠંડીની શક્યતા છે. જ્યારે ત્રણેય જિલ્લાના ભાગોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચુ જવાની શક્યતા છે. વધુમાં જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી તાપમાન થઈ શકે છે. આ સિવાય રાજકોટના ભાગોમાં 15 ડિગ્રીની શક્યતા છે. તો જામનગરમાં લધુત્તમ તાપમાન 15 ડિગ્રીની શક્યતા છે. કચ્છના ભાગોમાં ન્યૂન્યતમ તાપમાન 10 ડિગ્રીની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે ઠંડીની શક્યતાઓ છે.
આ પણ વાંચો: માઉન્ટ આબુ બન્યું ટાઢુંબોળ… છવાઈ બરફની ચાદર, સહેલાણીઓએ માણી મજા