December 12, 2024

દેશના આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

Today Weather: છેલ્લા બે દિવસથી દેશના અનેક રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગરમીના કારણે લોકોના હાલ-બેહાલ થઈ ગયા છે. હજૂ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ આવી ગરમી પડી રહી છે, તો આવનારા સમયમાં કેવી હાલત થશે તે વિચારવાનું રહ્યું. ફરી એક વાર હવામાન વિભાગે આગાહી આપી છે. આવો જાણીએ શું આપી આગાહી.

હવામાન વિભાગે આપી આગાહી
હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું કે પર્વતીય રાજ્યોના વિસ્તાર છે તે જગ્યા પર કરા પડી શકે છે. દરિયાકાંઠાના જે રાજ્યો છે તે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની ચેતવણી આપી છે. IMD અનુસાર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18 થી 21 એપ્રિલની વચ્ચે ભારે પવન ફૂંકવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 21 એપ્રિલના દિવસે આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડમાં સુધી હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

હીટવેવની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે ઓડિશા બંગાળમાં ગરમ ​​પવનો વધી શકે છે. દરિયા કિનારે ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગોવામાં પણ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ સાથે કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં ગરમીમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતનું હવામાન કેવું રહેશે
હવામાન વિભાગ દ્વારા મંગળવારે આગાહી કરવામાં આવી હતી. જેમાં 17 એપ્રિલના દિવસે પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી તે પ્રમાણે , બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજનું પ્રમાણ વધવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું હવામાન જોવા મળી શકે છે. વાદળછાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે.