મહેસાણા વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુસાઇડ નોટમાં ખુલાસો… કોલેજના ટ્રસ્ટી પણ ગુજારતા હતા ત્રાસ!

Mehsana: મહેસાણાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધા બાદ રોજ એકબાદ એક નવા ખુલાસા સામે આવ્યા છે. જ્યારે હવે મૃતક વિદ્યાર્થિની ઉર્વશીની સુસાઇડ નોટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિની આપઘાત કેસમાં મૃતક વિદ્યાર્થિની ઉર્વશીની સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમા પ્રિન્સિપાલ, પ્રોફેસર અને ટ્રસ્ટી મંડળ દ્વારા માનસિક ત્રાસ અપાતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, મર્ચન્ટ કેમ્પસની હોમિયોપેથિક કોલેજના રૂમમાં પોલીસે તપાસ કરી હતી જે બાદ સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે તપાસને લઈને નોટ જાહેર કરવાનું ટાળ્યું હતું. જોકે, નોટમાં કોઈનો નામજોગ ઉલ્લેખ કર્યો નથી. આ સિવાય ત્રાસ ગુજારવામાં ટ્રસ્ટી મંડળ પણ સામેલ હોવાનો નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Budget 2025 Live: નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા, 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે