October 11, 2024

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાનાને પૈસા ચૂકવાયા હતા !

મૌલાના - NEWSCAPITAL

જૂનાગઢ : જૂનાગઢમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાના મામલે મોટો ખુલાસો થયો છે. જૂનાગઢમાં ભાષણ આપવા બદલ મૌલાનાને રકમ અપાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ગુજરાતમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે જૂનાગઢ, સામખિયાળી અને મોડાસામાં ફરિયાદ નોંધાઈ હતી.

ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાનાને રૂ. 40 હજાર ચૂકવાયા
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે મોટો ખુલાસો થયો છે. મૌલાના સલમાન અઝહરીને ભડકાઉ ભાષણ આપવા બદલ રૂ. 40 હજારની રકમ અપાઈ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મૌલાના મુફ્તીના સોશિયલ મીડિયા પર 4.69 લાખ ફોલોઅર્સ છે. મૌલાના મુફ્તી સોશિયલ મીડિયાના વિડિયોથી હજારોની આવક મેળવે છે. જૂન 2023માં મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસ પર હુમલાની ઘટનામાં પોલીસ કાર્યવાહીથી આ ઘટનાના આરોપીઓનું મોરલ ભાંગી ગયું હતુ. આરોપીઓનું મોરલ ઉંચુ લાવવા આ ભાષણનું આયોજન કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગત 31 જાન્યુ.એ નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ મામલામાં મૌલાન અને બે સ્થાનિક આયોજકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. બાદમાં કોર્ટે મૌલાના અઝહરીને શરતી જામીન આપ્યા હતા.

કોર્ટે મૌલાનાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
તો બીજી તરફ, હાલ મૌલાના મુફ્તી અઝહરી વિરુદ્ધ મોડાસામાં ભડકાઉ ભાષણ આપવા બદલ અને એટ્રોસિટી મામલે ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે બાદ અરવલ્લી પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા મૌલાનાને કચ્છથી મોડાસા લાવી હતી. ગઈકાલે પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસે બેંકમાં ફંડિંગની માહિતી તેમજ 10 મુદ્દાના આધારે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે મૌલાનાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.