September 18, 2024

મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ સાથે પોઝ આપવાનું સુપરસ્ટારને મોંઘું પડ્યું

Manu Bhaker John Abraham: પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ શૂટર મનુ ભાકર ગઈકાલે ભારત પરત ફરી હતી. મનુ ભાકર ઈન્ડિયા આવ્યા બાદ તેને સોનિયા ગાંધી સહિત ઘણા લોકો તેને મળ્યા હતા. આ વચ્ચે જ્હોન અબ્રાહમ પણ તેને મળ્યો હતો. પરંતુ મનુ ભાકરને મળતી વખતે જોને કંઈક એવું કર્યું કે હવે તેની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by John Abraham (@thejohnabraham)

ખાસ લોકો મળવા પહોંચ્યા
શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમણે બે બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. મનુ ભાકરની આ સફળતાથી આખો દેશ ખુશ છે. આ ઐતિહાસિક જીત માટે ભારતના તમામ લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. મુન ગઈ કાલે ભાર આવી હતી. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ભારત પરત આવતા તેને ઘણા ખાસ લોકો મળવા પહોંચ્યા હતા. બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ પણ તેને મળ્યો હતો અને તેણે પણ આ ક્ષણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે આ તસવીરના કારણે અભિનેતા મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.

જ્હોન મનુ ભાકરને મળ્યો
જોન અબ્રાહમે મનુ ભાકર સાથે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીર શેર કરી છે, તેમાં તે મનુનો એક મેડલ પોતાના હાથમાં પકડેલો જોવા મળી રહ્યો છે. બીજો મેડલ મનુના હાથમાં જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં જોન અને મનુ બંને હસતા હસતા પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતી વખતે જ્હોને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મનુ ભાકર અને તેના સુંદર પરિવારને મળીને ખુશી થઈ. તેણે ભારતને ગૌરવ અપાવ્યું છે. જો કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને જ્હોનને મનુનો મેડલ પકડવો ગમ્યો ન હતો અને તેના કારણે લોકોએ તેને ખૂબ ઠપકો આપ્યો હતો અને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

લોકોએ કરી કોમેન્ટ
જ્હોનને મનુના મેડલ સાથે પોઝ આપતા જોઈને એક યુઝરે લખ્યું કે, ‘તમારે મેડલને હાથ ન લગાવવો જોઈતો હતો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘માફ કરશો, પરંતુ તમને કોઈ અન્ય દ્વારા જીતેલા મેડલને સ્પર્શ કરવાનો અધિકાર નથી.’ એ જ રીતે ઘણા યુઝર્સ જ્હોનને ટ્રોલ કરતા જોવા મળે છે જ્યારે કેટલાક યુઝર્સે મનુને સલાહ આપી હતી.જ્હોનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘વેદ’ છે જે 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.