આજે દેશમાં 5 AIIMSનું લોકાર્પણ, ગુજરાતીઓને દિલ્હી-મુંબઈ નહીં જવું પડેઃ મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા - ફાઇલ તસવીર
અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ સહિત દેશની એઇમ્સ હોસ્પિટલની માહિતી આપી હતી.
તેમણે જણાવ્યુ છે કે, આજે દેશમાં 5 એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશ માટે આજે ગૌરવપૂર્ણ દિવસ છે. હેલ્થ સુવિધા સસ્તી તેમજ સૌને મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વ્યવસ્થા કરી છે. હેલ્થને પણ હવે વિકાસ સાથે જોડી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રનો નાગરિક સ્વસ્થ હશે તો દેશ વધુ સમૃદ્ધ બનશે.’
તેમણે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતમાં MBBSની 64 હજાર સીટ હતી, તે વધારીને 1.07 લાખ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં જ એઇમ્સ હોસ્પિટલ હોવાથી ગુજરાતીઓને દિલ્હી કે મુંબઈ ધક્કો નહીં ખાવો પડે.’ આ ઉપરાંત તેમણે ભ્રષ્ટાચારીઓને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે, જો કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રીની કોઈપણ યોજનામાં ભ્રષ્ટાચાર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.